હંગેરી સામે જીત બાદ ગોફે ટાઉનસેન્ડને ગણાવી શ્રેષ્ઠ: અમેરિકાએ પ્લેઓફ ટાઈ 3-0થી જીતી; ડબલ્સમાં ગોફ-ટાઉનસેન્ડનો 6-4, 6-3થી વિજય
બિલી જીન કિંગ કપ પ્લેઓફમાં અમેરિકા 2-0થી આગળ હતું ત્યારે કોકો ગોફને ડબલ્સમાં ટેલર ટાઉનસેન્ડ સાથે ઉતારવામાં આવી. બંનેએ હંગેરીની અન્ના બોન્ડાર અને ડાલ્મા ગાલ્ફીને હરાવી ટાઈ પૂરી કરી.